ઓબ્જેક્શન-સજેશન સબમીશન સીસ્ટમના ઉપયોગ અંગે સૂચના

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ હતી. સદર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રની “પ્રોવીઝનલ આન્સર કી ” મંડળની વેબસાઇટ ઉપર તા ૧૧-૦૪-૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

ઉપરોકત પ્રોવીઝનલ આન્સર કી સામે જે ઉમેદવારને વાંધા-સૂચન રજુ કરવા હોય તેવા ઉમેદવારો પ્રોવીઝનલ આન્સર કી સામેના પોતાના વાંધા-સૂચન(ઓબ્જેકશન-સજેશન) તા:૧૫/૪/૨૦૨૩ સાંજે ૧૭-૦૦ કલાકથી તા: ૧૮/૪/૨૦૨૩ સમય- ૧૭-૦૦ કલાક સુધી ઓનલાઇન સબમીટ (રજુ) કરી શકશેઆ ઓબ્જેકશન- સજેશન નીચે દર્શાવ્યા મુજબની LINK મારફતે ઓનલાઇન કરવાના રહેશે. નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ ઓબ્જેકશન- સજેશન સ્વીકારવામાં આવશે નહિ. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા-સૂચનો સ્વીકારવામાં આવશે નહી.

ઓબ્જેકશન- સજેશન મોકલવા માટે અહી કલીક કરો

Notification: Click Here

ઉમેદવારો માટેની સુચનાઃ-

(૧) જે ઉમેદવાર જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ)ની તા ૦૯-૦૪-૨૦૨૩ ના રોજ યોજાયેલ પરીક્ષામાં હાજર રહેલ હશે તે ઉમેદવાર જ પોતાના વાંધા સુચનો ફક્ત ઉપરની લીંકમાં દર્શાવેલ રીતે ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ દ્વારા જ સબમીટ કરી શકશે. આ સિવાયના કોઇ પણ માધ્યમથી વાંધા- સૂચનો સ્વીકારવામાં આવશે નહી.

(૨) ઓબ્જેક્શન ટ્રેકર સીસ્ટમમાં લોગ-ઈન કરવા માટે ઉમેદવારે જે સંવર્ગ માટે પરીક્ષા આપી હોય તે સીલેકટ કરી, પોતાનો બેઠક નંબર (Roll No.),કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી લોગ-ઈન કરવાનું રહેશે.

(૩) લોગ-ઈન થયા બાદ ઉમેદવાર પ્રશ્નપત્ર (પ્રોવિઝનલ આન્સર કી સહીત) ડાઉનલોડ કરી શકશે.

(૪) ઉમેદવાર જે પ્રશ્ન અથવા વિકલ્પ અંગે વાંધા-સૂચન રજુ કરવા માંગતા હોય તે પ્રશ્ન નંબર સીલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ સીલેક્ટ કરેલ પ્રશ્ન તથા પ્રોવિઝનલ આન્સર-કી મુજબનો જવાબ ડીસપ્લે થશે.

(૫) ઉમેદવાર તેના મંતવ્ય મુજબ જે જવાબ સૂચવવા માંગતા હોય તે મુજબનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે ઉમેદવારે સૂચવેલ વિકલ્પ અંગેની રજૂઆત ગુજરાતી/હિન્દી/અંગ્રેજી ભાષામાં મહત્તમ ૧૦૦૦ અક્ષરોમાં લખવાની રહેશે.

(૬) ઉમેદવારે વાંધા-સૂચનની રજૂઆત અંગેના પ્રમાણભૂત આધાર-પુરાવા સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી ઓનલાઈન ઓબ્જેકશન સબમીશન સીસ્ટમ પર અપલોડ કરવાની રહેશે.

(૭) આધાર-પૂરાવાની ફાઈલ ફક્ત .PDF ફોર્મેટમાં જ અપલોડ કરવાની રહેશે. ફાઈલ 1kb થી 1.5mb sizeની જ અપલોડ કરી શકાશે.ઉમેદવાર મહત્તમ ૩ (ત્રણ) પૃષ્ઠ અપલોડ કરી શકશે તથા કુલ ૩ પૃષ્ઠ સ્કેન કરી એક જ PDF ફાઈલ બનાવી અપલોડ કરવાની રહેશે.

(૮) ઉમેદવારે તમામ વિગતો ચકાસી ત્યારબાદ અરજી ઓનલાઈન સબમીટ કરવાની રહેશે. તથા આધાર-પૂરાવા અપલોડ કર્યા વગરની અરજી સબમીટ થઈ શકશે નહી.

(૯) ઓનલાઈન ઓબ્જેક્શન સબમીશન સીસ્ટમ પર વાંધા-સુચન submit કર્યા બાદ ઉમેદવાર તેની પ્રિન્ટ લઈ શકશે.

(૧૦) નિયત સમયમર્યાદા પુર્ણ થયા બાદ કોઇ પણ વાંધા-સૂચન સ્વીકારવામાં આવશે નહિ.

Important News:

🛑🛑ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૦૯/૦૪/૨૦૨૩ ના રોજ લેવાયેલ જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનિયર ક્લાર્ક (વહીવટ / હિસાબ)🛑🛑 ની પ્રોવીઝનલ આન્સર કી મુજબ દરેક ઉમેદવારો 👨‍👨‍👧‍👦👨‍👨‍👧‍👦 પોતાની OMR 📋📋ને upload કરી submit બટન પર ક્લીક કરી ને તમે પણ તમારો score✅ જાણી લો Click Here