વર્ગીકરણ શું છે?

વર્ગીકરણ આધારિત પ્રશ્નોમાં કોઈ એક વિકલ્પ સિવાયના બધા જ વિકલ્પો ચોક્કસ સમૂહ (વર્ગ, જૂથ) ન હોય છે. આ સમૂહ પશુ, પંખી, ફળો, મહિનાઓ, રમત વગેરે સંબંધિત હોય છે. ઘણીવાર, આ પ્રશ્નો સામાન્ય જ્ઞાન આધારિત પણ પૂછાય છે. આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ બાકીના વિકલ્પોના સમૂહમાં નથી આવતો એ જ જવાબ તરીકે નક્કી કરવાનો હોય છે.

વર્ગીકરણના પ્રકાર

ચાલો નીચેની સૂચિમાંથી એક પછી એક પૂછવામાં આવતા વર્ગીકરણ પ્રશ્નોના વિવિધ પ્રકારો જોઈએ.

(1) અલગ નંબર આધારિત

વર્ગીકરણ તર્કના આ સ્વરૂપમાં સંખ્યાઓના અમુક સેટ પૂરા પાડવામાં આવે છે. આપેલ સંખ્યાઓના સંબંધોનું પૃથ્થકરણ કરીને તમારે આકૃતિ કરવી જોઈએ કે કઈ એક અસામાન્ય સંખ્યા છે.

ઉદાહરણ:

(1) આપેલ યાદીમાંથી એકી સંખ્યા પસંદ કરો.

A) 17

B) 13

C) 27

D) 19.

જવાબ: C. 27

સમજૂતી:-

આપેલ યાદીમાં 27 સિવાયની તમામ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. તેથી, સાચો વિકલ્પ C છે.

(2) નીચેની સૂચિમાંથી એકી સંખ્યા પસંદ કરો.

A) 199

B) 102

C) 200

E. 128

જવાબ: A) 199

સમજૂતી:-

વિકલ્પ A સિવાયની તમામ બેકી સંખ્યાઓ છે

(2) અલગ શબ્દ આધારિત

તમને વર્ગીકરણની આ શ્રેણીના શબ્દોની સૂચિ પ્રદાન કરવામાં આવશે જેમાંથી તમારે તદ્દન અલગ શબ્દ પસંદ કરવો પડશે.

(3) આપેલ યાદીમાંથી અલગ શબ્દ પસંદ કરો.

A) C)V. રમણ

B) આચાર્ય કૃપાલાની

C) રાધાકૃષ્ણન

D) રાજગોપાલાચારી

જવાબ:  B) આચાર્ય કૃપાલાની

સમજૂતી:-

આચાર્ય કૃપાલાની સિવાય અન્ય તમામને ભારત રત્ન એવોર્ડ મળ્યો છે.

(4 ) આપેલ યાદીમાંથી અલગ શબ્દ પસંદ કરો

A) વિરાટ કોહલી

B) રોહિત શર્મા

C) હાર્દિક પંડ્યા

D) વરુણ ધવન

જવાબ:  D) વરુણ ધવન

સમજૂતી:-

વરુણ ધવન સિવાયના અન્ય તમામ ભારતીય ક્રિકેટર છે.

(3) શબ્દોની અલગ જોડીને ઓળખો

પ્રશ્નની આ શ્રેણીમાં, તમને શબ્દોની જોડીનો સમૂહ આપવામાં આવે છે, જેમાં એક સિવાયના તમામ, એક સામાન્ય વિશેષતા શેર કરે છે. તમારે સંબંધ નક્કી કરવો જોઈએ અને શબ્દોની જોડી પસંદ કરવી જોઈએ જે કોઈપણ રીતે સંબંધિત નથી. નીચેના આવા પ્રશ્નનું ઉદાહરણ છે:

(5) આપેલ શબ્દોની જોડીમાંથી અલગ એક પસંદ કરો.

A) શાંતિ: લડાઈ

B) ખરબચડું: સુંવાળું

C) કાયર: ડરપોક

D) ઓછાબોલુ : બોલકણું

જવાબ: C) કાયર: ડરપોક

સમજૂતી:-

જોડી C સિવાય, બધા શબ્દો વિરોધી શબ્દો છે. બીજી બાજુ, વિકલ્પ C માંના શબ્દો સમાનાર્થી છે.

(6) આપેલ શબ્દોની જોડીમાંથી અલગ એક પસંદ કરો.

A) વૃક્ષ: ડાડખી

B) પુસ્તક: પૃષ્ઠ

C) ખુરશી : ટી.વી

D) કાર: વ્હીલ

જવાબ: C. ખુરશી : ટી.વી

સમજૂતી:-

બધા વિકલ્પોમાં, વિકલ્પ C સિવાય, બીજી વસ્તુ એ પ્રથમનો ભાગ છે.

વર્ગીકરણના અલગ અલગ પધ્ધતિ મુજબના ઉદાહરણો સહિત વિસ્તૃત માહિતી

(1) અલગ વિકલ્પ પસંદ કરો.

A) મંગળ

B) બુધ

C)  ગુરુ

D) ચંદ્ર

જવાબ: D. ચંદ્ર

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયના બધા વિકલ્પો ગ્રહોના નામ છે જ્યારે વિકલ્પ D એ ઉપગ્રહ છે.

(2) અલગ વિકલ્પ પસંદ કરો.

A) મોસ્કો

B) પેરિસ

C) ટોક્યો

D) ન્યૂયોર્ક

જવાબ: D. ન્યૂયોર્ક

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયના બધા વિકલ્પો ના નામ એ કોઈ એક દેશની રજધાની ના નામ છે જ્યારે વિકલ્પ D માં આપેલું નામ એ શહેરનું નામ છે.

(3) અલગ વિકલ્પ પસંદ કરો.

A) એશિયા

B) આફ્રિકા

C) ઈંગ્લેંન્ડ

D) ઓસ્ટ્રેલિયા

જવાબ: C) ઈંગ્લેંન્ડ

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ C સિવાયના બધા વિકલ્પો ના નામ ખંડના નામ છે જ્યારે વિકલ્પ C માં આપેલું નામ એ દેશનું  નામ છે.

(4) અલગ વિકલ્પ પસંદ કરો.

A) રેશમ

B) સુત્તર

C) ઉન

D) નાયલોન

જવાબ: D. નાયલોન

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયના બધા વિકલ્પો એ કુદરતી રીતે મળતા રેસા  છે જ્યારે વિકલ્પ D માં આપેલું નામ એ કૃત્રિમ રીતે મળે છે.

(5) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 3 : 21 : : 5 : 35

B)  2 : 14 : : 7 : 49

C)  4 : 8 : : 10 : 20

D) 2 : 11 : : 4 : 21

જવાબ: D.  2 : 11 : : 4 : 21

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયના બધા વિકલ્પો ની પ્રથમ સંખ્યા અને બીજી સખ્યાં નો ગુણાકાર સમાન સંખ્યા સાથે કરવામાં આવે છે જ્યારે વિકલ્પ D માં એ રીતે ગુણાકાર થતો નથી.

        ઉદાહરણ : 3 * 7 = 21 :: 5 * 7 = 35

(6) અલગ વિકલ્પ પસંદ કરો.

A)  P O

B)   B A

C)   K M

D)   H U

જવાબ: C) K M

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ C સિવાયના બધા વિકલ્પોમાં A, E, I, O, U, ના સ્વર માંથી કોઇ એક છે સ્વર આપેલ છે  જ્યારે વિકલ્પ C માં માત્ર વ્યંજન જ આપેલ છે.

(7) અલગ વિકલ્પ પસંદ કરો.

A) ફૂટબોલ

B)  ક્રિકેટ

C)  વોલીબોલ

D) ચેસ

જવાબ: D. ચેસ

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયની બધી જ રમતો એ આઉટડોર એટલે કે મેદાનમાં રમાતી રમત છે જ્યારે ચેસ એ ઇનડોર એટલે કે અંદર રમાતી રમત છે. 

(8) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 21 – 6

B) 28 – 42

C) 42 – 12

D) 84 – 24

જવાબ: B) 28 – 42

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ B સિવાયના તમામ વિકલ્પમાં બીજી સંખ્યા ને 7 વડે ગુણાકાર કરી ને 2 વડે ભાગવામાં આવે છે જ્યારે વિકલ્પ B  માં 7 વડે ગુણવાથી અને 2 વડે ભગવાથી જવાબ મળતો નથી. 

       ઉદાહરણ: 21 – 6 ( 6 * 7 =42 ) 42 / 2 = 21

(9) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 15 – 46

B)  12 – 37

C)  9 – 28

D) 8 – 33

જવાબ: D. 8 – 33

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયની બધી જ સંખ્યાઓને 3 વડે ગુણકાર કરી ને તેમાં 1 ઉમેરી ને જવાબ સરખો મળે છે જ્યારે વિકલ્પ D માં એમ કરવાથી જવાબ અલગ  મળે છે.

      ઉદાહરણ: 15 – 46 ( 15 * 3 =  45 ) બાદ માં  45 + 1 = 46

                12 – 37 (12 * 3 = 36 ) બાદ માં 36 + 1 = 37

(10) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 8 – 27

B) 125 – 216

C) 343 – 512

D) 1009 – 1331

જવાબ: D. 1009 – 1331

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયની બધી જ સંખ્યાઓ ના ઘન આપેલા છે જ્યારે વિકલ્પ D માં કોઇ પણ સંખ્યાનો ઘન આપેલ નથી.

         ઉદાહરણ: 23 – 33 = 8 – 27

                  53 – 63 =  125 – 216

(11) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 123- 273

B) 280 – 430

C) 48 – 198

D) 53 – 193

જવાબ: D. 53 – 193

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયની બધી જ સંખ્યાઓમાં આપેલ સંખ્યામાં 150 ઉમેરવામાં આવે છે જ્યારે  વિકલ્પ D 150 ઉમેરવાથી જવાબ સાચો મળતો નથી તેથી તે બધી સંખ્યા થી અલગ સંખ્યા છે. 

             ઉદાહરણ: 123 + 150 = 273

                       280 + 150 = 430

                       48 + 150 = 198

(12) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 49 – 33

B) 62 – 46

C) 83 – 67

D) 70 – 55

જવાબ: D.  70 – 55

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ D સિવાયની બધી જ સંખ્યાઓમાં  આપેલી બંને સંખ્યા નો તફાવત 16 નો છે છે જ્યારે  વિકલ્પ D માં આપેલ બંને સંખ્યા વચ્ચેનો તફાવત 15 નો છે તેથી તે સંખ્યા બધી સંખ્યા થી અલગ પડે છે.

(13) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 5 – 25 – 225

B) 6 – 36 – 216

C) 9 – 81  – 729

D) 3 – 9 – 27

જવાબ: A) 5 – 25 – 225

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ A સિવાયની બધી જ સંખ્યાઓમાં  પ્રથમ સંખ્યાનો વર્ગ અને ઘન કરેલો છે જ્યારે  વિકલ્પ A  માં આપેલ સંખ્યા માં પ્રથમ સંખ્યા નો વર્ગ આપેલ છે પરંતુ ઘન આપેલ નથી.

           ઉદાહરણ: 6 નો વર્ગ 36 અને ઘન 216

                    9 નો વર્ગ 81 અને ઘન 729

                    3 નો વર્ગ 9 અને ઘન 27

(14) અલગ વિકલ્પ પસંદ કરો.

A) 246

B) 356

C) 527

D) 639

જવાબ: B) 356

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ B  સિવાયની બધી જ સંખ્યાઓમાં  પ્રથમ બે સંખ્યાનો સરવાળો કરીને ત્રીજી સંખ્યા મેળવી છે જ્યારે વિકલ્પ B   મા પ્રથમ બે સંખ્યાનો સરવાળો કરતા ત્રીજી સંખ્યા અલગ મળે છે તેથી તે અલગ પડે છે.

             ઉદાહરણ: 2 + 4 = 6 

                      5 + 2 = 7 

                      6 + 3 = 9

(15) અલગ વિકલ્પ પસંદ કરો.

A)  25631

B)  33442

C)  34424

D) 52163

જવાબ: B) 33442

સમજૂતી:-

બધા વિકલ્પોમાં વિકલ્પ B  સિવાયની બધી જ સંખ્યાઓમાં દરેક સંખ્યાનો સરવાળો કરી ને તેનો ટોટલ કરી ને જે જવાબ મળે તે  જ્યારે વિકલ્પ B  મા બધી જ  સંખ્યાનો સરવાળો કરતા કુલ સરવાળો અલગ મળે છે.

             ઉદાહરણ: 2 + 5 + 6 + 3 + 1  = 17

                      3 + 3 + 4 + 4 + 2 =  16

                      3 + 4 + 4 + 2 + 4 =  17

                      5 + 2 + 1 + 6 + 3  =  17